ત્રિભુવનતિલક સમવસરણ મહાજિનપ્રાસાદ
અંજનશલાકા–પ્રતિષ્ઠા મહા મહોત્સવ પ્રશસ્તિ શિલાલેખ
✦ દિવ્ય કૃપાદષ્ટિ ✦
રાષ્ટ્રસંત, ભારતદિવાકર, અચલગચ્છાધિપતિ
પ.પૂ.આ.ભ. શ્રીમદ્ ગુણસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ
✦ પ્રતિષ્ઠાપક સૂરિવર્યો ✦
- 
શાસનપ્રભાવક, તપસ્વીરત્ન, અચલગચ્છાધિપતિ 
 પ.પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ
- 
સાહિત્યદિવાકર 
 પ.પૂ.આ.ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ
✦ તીર્થસ્થાપક – પ્રેરક ✦
- 
શાસનપ્રભાવક, સપરિવાર દીક્ષિત 
 પ.પૂ. મુનિરાજ શ્રી મહાભદ્રસાગરજી મ.સા.
- 
પ્રવચનપ્રભાવક 
 પ.પૂ. મુનિરાજ શ્રી પૂર્ણભદ્રસાગરજી મ.સા.
✧✧ બોલો બોલો જિનશાસન દેવ કી જય ✧✧
પ્રત્યક્ષ તેમજ સ્વપ્ન દ્વારા થયેલ દેવદર્શનની અલૌકિક ઘટના
✔ દેવ–ગુરૂ–ધર્મ અને શાસનદેવોની અચિંત્ય કૃપા
✔ દિવ્ય–અલૌકિક સમવસરણ જિનાલયનું નિર્માણ
✔ અંજનશલાકા–પ્રતિષ્ઠાનો કલ્પનાતીત શાનદાર મહોત્સવ
✔ તીર્થપ્રેરક પૂ. મહાભદ્રસાગરજી મ. (પ્રિયંગુદેવ) ની સાક્ષાત દિવ્યકૃપા
✔ તા. 15-7-09 ના પૂજય શ્રી કાળધર્મ પામ્યા બાદ
✔ તા. 21-7-09 થી પૂ. પૂર્ણભદ્ર મ.સા. ને અનેક વાર સ્વપ્ન દર્શન થયા
ચાર દિવ્ય ઘટનાઓ
① ઘર દેરાસરમાં પ્રદક્ષિણા આપતા દેવસ્વરૂપે દર્શન
  (23-7-09)
② ઉપાશ્રયમાં માંગલિક શ્રવણ દરમ્યાન દેવરૂપે દર્શન
  (2009 નવું વર્ષ)
③ પ્રતિષ્ઠા મહોત્સવમાં જન્મકલ્યાણક દિને
  પૂ. પૂર્ણભદ્રસાગરજી મ. ના પગના અંગૂઠેથી કંકુ ઝર્યા
④ પ્રથમ ધજાના પ્રસંગે 3જી દેરીમાં
  પદ્મપ્રભુજીની હથેળીમાં વાસક્ષેપનો ઢગલો થયો
✦ સ્વપ્ન તથા પ્રત્યક્ષ વાણી મુજબ ✦
તીર્થપ્રેરક પૂજયશ્રી બીજા દેવલોકમાં પ્રિયંગુ નામના વૈમાનિક દેવ બન્યા છે.
