અચુક, જરૂર પધારો.. પ્રભુતાના દર્શન જાણે શિવસુખનું સ્પર્શન
 
                     
                     
                     
                    ભગવાન
કચ્છનું સૌપ્રથમ ભવ્ય સમવસરણ જિનાલય – વિશેષતાઓ
• કચ્છનું એકમાત્ર સૌપ્રથમ ભવ્યાથી ભવ્ય સમવસરણ જિનાલય.
• બાવન ડેરીઓ સાથે 27250 ફૂટ નો એરીયા.
• પાયાથી શિખર 77 ફૂટની હાઈટ.
• ભારતમાં જ નહીં આખા વિશ્વમાં સૌ પ્રથમ વાર ત્રિભુવન તિલક પાર્શ્વનાથ નામના મૂળનાયક ભગવાન.
• વિવિધ રહસ્યમય કાંગરાઓ સાથે ત્રણ ગઢની રચના અને ચાર પાણીની વાવણીઓ પહેલા ગઢમાં પ્રદક્ષિણા સાથેનો 2000 ફૂટનો વિશાળ રંગ મંડપ ત્રિજા ગઢમાં દેશના મુન્દ્રામાં પ્રભુજી.
• 12 જૂનમૂર્તિ એક ગૌતમ સ્વામી તથા ત્રણ શાસનદેવીની એમ દિવ્યતેજના પૂંજ સમી અલૌકિક મૂર્તિઓ.
• 108 તીર્થ ના નામ સાથે સ્વર્ગ મૃત્યુ પાતાળ ત્રણેય લોકના જીનબિંબોની મરગજરત્નની 108 પ્રતિમાઓ.
• 34 અતિશયો 35 વાણીના ગુણોના પટ્ટોની રચના અને માલકોશ રાગમાં સાઉન્ડ સિસ્ટમથી દેશના શ્રવણ.
• તીર્થના જુના મૂળનાયક પ્રગટ પ્રભાવી શિવમસ્તુ પાર્શ્વનાથનું ગૃહ જીનાલય.
• અખંડ સવાક્રોડ નવકાર મંત્ર અને અઢી લાખ ઉવસગ્ગહર જાપથી મંત્રાધિષ્ઠિત શ્રી મનવાંછિત પાર્શ્વની અદભુત પ્રતિમા.
• જોતાં જ વાહ...વાહ... બોલાઇ જાય એવા નયનરમ્ય કચ્છી મડવર્ક સાથે કાચ પેઇન્ટીંગ યુકત ઘર દેરાસરના દર્શનાર્થે... કાચના સોકેશમાં સુંદર સજાવટ સાથે ૪૫ આગમો નો ટૂંકમાં પરિચય.
• અચુક, જરૂર પધારો..પૂજ્ય સાધુભગવંતોના ઉપાશ્રય પાસે ઘર દેરાસર છે. પ્રભુતાના દર્શન જાણે શિવસુખનું સ્પર્શન
