✦ મુનિરાજ શ્રી પૂર્ણભદ્રસાગરજી મ.સા. ✦
✧ જિનશાસન પરંપરા ✧
જંબુદ્વીપના દક્ષિણાર્ધભરતક્ષેત્રમાં પ્રવર્તમાન જિનચોવીશીના ચરમતીર્થપતિ પરમાત્મા શ્રી મહાવીરદેવ ના શાસનમાં,
ગણધરભગવંત શ્રી સુધર્માસ્વામીજીની પાટ પરંપરા માં જૈન શાસનના ગગનગોખે અચલગચ્છ રૂપ જયોતિષ મંડળ માં,
સૂર્ય જેમ ઝળહળતા અવિસ્મરણીય આચાર્ય ભગવંતો પ્રગટ્યા.
✔ શ્રીમાન્ આર્યરક્ષિત
✔ જયસિંહ
✔ ધર્મઘોષ
✔ મહેન્દ્રપ્રભ
✔ મેરૂતુંગ
✔ જયકીર્તિ
✔ જયકેશરી
✔ સિદ્ધાંતસાગર
✔ ભાવસાગર
✔ ગુણનિધાન
✔ ધર્મમૂર્તિ
✔ કલ્યાણસાગરસૂરી
વગેરે મહાન પ્રતિભાવંત સૂરિપુંગવો થયા, જેઓની જ્ઞાનગરિમા અને ગચ્છપ્રભાવકતા અન્યગચ્છીય સૂરિવર્યોમાં પણ આદરણીય રહી.
✧ અચલગચ્છીય પટ્ટાનુક્રમ ✧
- 
વિ.સં. 1946 માં શ્રી ગૌતમસાગરસૂરિજી 
- 
તેમના શિષ્ય શ્રી નીતિસાગરજી ગણિ 
- 
76મા પટ્ટઘર: શ્રી ગુણસાગરસૂરિજી 
- 
77મા પટ્ટઘર: શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા. 
 (47 વર્ષના સળંગ વર્ષીતપના આરાધક, અચલગચ્છાધિપતિ)
✧ પ્રતિષ્ઠા પ્રસંગ ✧
સપાદ શતાધિક (125+) શ્રમણ-શ્રમણીવૃંદ
દશસહસ્રાધિક (10,000+) શ્રાવક-શ્રાવિકા ની ઉપસ્થિતિમાં
✦ પૂ. ગુણસાગરસૂરીશ્વરજી ના પરમ કૃપાપાત્ર મુનિવરો
- 
પૂ. મહાભદ્રસાગરજી મ.સા. 
- 
પૂ. પૂર્ણભદ્રસાગરજી મ.સા. (પિતા-પુત્ર મુનિ) 
✦ બાવન દેવકુલિકા સહિત
કચ્છ પ્રદેશમાં સૌપ્રથમ નિર્માણ પામેલ અલૌકિક દેવવિમાનતુલ્ય સમવસરણ તીર્થ માં
કુલ 130 મૂર્તિઓની અંજન સાથે સ્થાપના-પ્રતિષ્ઠા સ્વહસ્તે કરી.
✦ નવાહ્નિકા ભવ્ય મહામહોત્સવમાં પાવન નિશ્રા આપી.
✧ નિર્માણ યશ ✧
- 
માંડલ (ગુજ.) માં નિર્માણ પામનાર આ તીર્થ કચ્છમાં નિર્મિત થયું એની પ્રેરણાનો યશ 
 પૂ. શાંતમૂર્તિ બા મહારાજ સાહેબ – શ્રી અમિત ગુણાશ્રીજી મ. ને જાય છે.
- 
પૂ. મહાભદ્રસાગરજી મ.સા.ની અખંડ 35 વર્ષની સમવસરણ આરાધના ની સ્મૃતિમાં આ તીર્થ નિર્મિત થયું. 
- 
પૂ. પૂર્ણભદ્રસાગરજી મ.સા. ની કલા, કસબની સુઝ, પરિશ્રમ અને માર્ગદર્શન હેઠળ 
 સોમપુરા સુરેશકુમાર સરેમલજી (ઘાણરાવ, રાજસ્થાન) ની રાહબરીમાં અતિ રમણીય બન્યું.
✧ પવિત્ર વિધિ ✧
પંચકલ્યાણક વિધાન સહિત પૂજન-મંગલ અનુષ્ઠાનો
કચ્છ–વાંઢ (ગજપુરી) ના શ્રદ્ધારત્ન
શ્રી નરેન્દ્રભાઈ રામજી નંદુ (17 વર્ષીતપના આરાધક)
તેમના સહવિધિકારો કયવન્ન, જય, મેઘનંદુ સાથે
અત્યંત જાજરમાન ભકિતથી પૂર્ણ કરાવેલ.
✧ મહામહોત્સવ દ્રશ્યો ✧
✔ નિર્માણ કરાયેલ વારાણશી નગરી અને ભરતચક્રવર્તી ભોજનમંડપ
 દિવ્ય સ્વર્ગપુરી સમાન ઝળહળતા હતા.
✔ જૈન–જૈનેત્તરો માટે સાધર્મિક ભોજનભકિત
 અनेक રસવતી વાનગીઓ સાથે ઉદારતાપૂર્વક કરાઈ.
✧ અંજન–પ્રતિષ્ઠાનું ફળ ✧
આ મહાઆરાધનાથી –
- 
જગતના સર્વ ભવ્યજીવોમાં જ્ઞાનદ્રષ્ટિ જાગે 
- 
અજ્ઞાનના પડલો ભેદાઈ જાય 
- 
આતમઘરમાંથી મોહરાજાનું સામ્રાજ્ય નષ્ટ થાય 
- 
અને અનંત કૈવલ્યજ્ઞાનનો પૂર્ણપ્રકાશ ઝળહળી ઊઠે 
✦ સમાપન પ્રાર્થના ✦
“જિહાં લગી સુરગિરિ જબૂદીવો, સમવસરણ પ્રાસાદ જીવાનુજીવો”
એવી અભિલાષા, આશા, શ્રદ્ધા અને પરમકૃપાળુ પાસે પ્રાર્થના સાથે વિરમીએ છીએ.
શ્રી સમ્યજ્ઞાન પ્રસારણ નિધિ ટ્રસ્ટ – શિવમસ્તુ સમવસરણ જૈન તીર્થ
તથા તેનું ટ્રસ્ટી મંડળ
📅 વિ.સં. 2070 મહાસુદ 13
🕉 પ્રતિષ્ઠા સમયઃ તા. 12-2-2014, બુધવાર
📍 શુભ સ્થળઃ માંડવી–શીરવા, જી. કચ્છ
